વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષમાં ઉત્તર ગુજરાતને બનાવશે વધુ "પાણીદાર", થરાદથી કરશે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત...

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષમાં ઉત્તર ગુજરાતને બનાવશે વધુ "પાણીદાર", થરાદથી કરશે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત...

PM મોદી ફરી એકવાર આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે

ઉત્તર ગુજરાતને વડાપ્રધાન મોદી બનાવશે વધુ પાણીદાર

થરાદથી PMના હસ્તે કરાશે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષમાં ઉત્તર ગુજરાતને વધુ પાણીદાર બનાવવા થરાદથી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરશે. આ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, રૂપિયા 1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 191 કરોડના ખર્ચે ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થશે.

આ વિકાસકામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. આ ઉપરાંત વડાપ્રધાન થરાદથી વિવિધ વિકાસકામોની પણ જાહેરાત કરશે. રાજ્યમાં રૂપિયા 1500 કરોડથી વધુના ખર્ચે સુજલામ-સુફલામ નહેર મજબૂતીકરણનું કામ હાથ ધરાશે. રૂપિયા 1100 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જના તથા વેસ્ટ વોટર રી-યુઝના કામ તેમજ રૂપિયા 1 હજાર કરોડના ખર્ચે સાબરમતી નદી પર 4 નવા બેરેજની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ધરોઈ, વાત્રક, મેશ્વો અને હાથમતી જળાશય આધારિત ઉદ્ધહન યોજનાઓ સાથે સાથે હયાત પાઈપલાઈન અને નવીન પાઈપલાઈન દ્વારા તળાવોને જોડવાના કામની પણ વડાપ્રધાન જાહેરાત કરશે. એટલું જ નહીં, પાટણના સાંતલપુર તાલુકામાં ઊંચાઈ પર આવેલા 11 ગામોમાં પાઈપલાઈનથી પાણી પહોંચાડવા માટેની યોજનાની પણ PM મોદી જાહેરાત કરશે.

Latest Stories