/connect-gujarat/media/post_banners/82aca85787c2415b64a48988b28ac93cea3e86f263778ff4df2ff29819ba5895.webp)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે.ભાજપના નિરીક્ષકોની યાદી જાહેર થઈ છે. આગામી 27 અને 28 નિરીક્ષકો દ્વારા બેઠક કરવામાં આવી છે. દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર, મધ્ય ઝોન અને ઉત્તર ઝોન દીઠ નિરીક્ષકો જાહેર કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીના ઇચ્છુક દાવેદરોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે દિલ્લી ખાતે કોંગ્રેસની મળેલી સીઇસીની બેઠકમાં 125 બેઠકોના ઉમેદવારો નક્કી કરાયા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર રહ્યા હતા.. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે.