/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28163602/maxresdefault-132.jpg)
રાજ્ય સરકાર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે અને સવારે 9 થી રાત્રીના 9 કલાક સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની છુટ અપાતા વેપારીઓ રાહત અનુભવી રહ્યા છે.
રાજ્યમાં કોરોના મહામારીને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકાર તરફથી કેટલાક કડક કાયદાઓ નો અમલ શરુ કરવામાં આવ્યો છે, જેમાં આવશ્યક વસ્તુઓ સિવાય દરેક વેપાર રોજગાર બોપોરના 3 વાગ્યા સુધીજ ખુલ્લા રહેશે ત્યારે રાજ્યના હોટેલ અને રેસ્ટોરન્ટ એસો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને મોટું આર્થિક નુકશાન થઇ રહ્યું છે અને આ રોજગાર અને વેપાર સાંજથી રાત્રે સુધીનો હોઈ છે જેથી તેમને નિયમ મુજબ વેપાર કરવામાં આવે. સરકાર તરફથી કોરોના ગાઈડ લાઈન મુજબ હોટેલ અને રેસ્ટોરન્ટને રાત્રીના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરીની છુટ આપવામાં આવી છે.સરકારના આ આદેશથી અમદાવાદ સહીત રાજ્યના આ ધંધાર્થીઓમાં ખુશી છે.
આમ રાજ્યમાં આજથી હોટેલ રેસ્ટોરન્ટને રાતના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી ની છૂટ્ટ મળતા રાહત અનુભવી રહયા છે અને સરકારના નિર્ણંયને આવકારી રહયા છે રાજ્યના દરેક શહેરોમાં આજથી આ વેપાર ઉધોગ ફરી પાછા રાબેતા મુજબ કાર્યરત થશે.