એરફોર્સના ફાઈટર વિમાન MIG-21 ગુરુવારે રાતે પંજાબના મોગામાં ક્રેશ થયું છે. દુર્ઘટનામાં પાયલોટ સ્ક્વોડ્રન લીડર અભિનવ ચૌધરીનું મોત થયું છે. એરફોર્સે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.
મળતી જાણકારી મુજબ ટ્રેનિંગના ચાલતા પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21થી ઉડાન ભરી હતી. જે બાદ વિમાન ક્રેશ થઈ ગયુ. શુક્રવારે સવારે પાયલટ અભિનવનો મૃતદેબ મળ્યો. સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાધાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે મોડી રાતે એક વાગે ફાયટર જેટ મિગ- 21 ક્રેશ થઈ ગયુ. સ્થળ પર પ્રશાસન અને સેના ઉપરાંત અધિકારીઓ પહોંચ્યા હતા. ઘણી જહેમત બાદ પાયલટ અભિનવનો મૃતદેહ મળ્યો હતો. તેનાં મોત પર વાયુ સેનાએ દુઃખ વ્યક્ત કર્યુ છે