આજથી ચંદીગઢમાં ખેડૂતોનું આંદોલન! ટ્રાફિક ડાયવર્ઝનથી લોકો પરેશાન
પંજાબની રાજધાની ચંદીગઢમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. ખેડૂતો તેમની પડતર માંગણીઓ સાથે સંયુક્ત કિસાન મોરચા (SKM) ના બેનર હેઠળ ચંદીગઢ તરફ આગળ વધી રહ્યા છે. આંદોલનને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. સમગ્ર ચંદીગઢમાં ભારે પોલીસ દળ તૈનાત છે.