ઐશ્વર્યા મજમુદારના સુરે નાચ્યા રાજકોટિઅન્સ, વેલકમ નવરાત્રિમાં જામી રંગત

New Update
ઐશ્વર્યા મજમુદારના સુરે નાચ્યા રાજકોટિઅન્સ, વેલકમ નવરાત્રિમાં જામી રંગત

રાજકોટના વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી બુધવારથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 10 થી 18 ઓકટોબર સુધી નવલા નોરતા દરમિયાન પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવ યોજાશે. ત્યારે દર વર્ષની માફક રાજકોટમાં નવરાત્રી પહેલાં વેલકમ નવરાત્રીનો પ્રારંભ થઈ ચુક્યો છે.

રાજકોટના વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રવિવારે રાત્રે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. વેલકમ નવરાત્રીમાં બોલીવૂડની સિંગર ઐશ્વર્યા મજમુદારે ગરબા ગાઇને ધમાલ મચાવી હતી. ઐશ્વર્યા મજમુદારના ગરબા પર ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

Latest Stories