સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ, MLA ચૈતર વસાવા PM મોદીને કરશે રજુઆત !
ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે ભરૂચ | ગુજરાત | સમાચાર |
હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે કામોને લઈને તેની અંદર ભ્રષ્ટાચાર થઈ હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે.
31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયામાં થાય છે ત્યારે હાલમાં આ તૈયારીના ભાગરૂપે અનેક નવા નવા પ્રોજેક્ટોના કામ ચાલી રહ્યા છે. રોડ રસ્તાનું રંગ રોગાન ચાલી રહ્યું છે. પેવર બ્લોક લગાડવાના નવા પ્રોજેક્ટના કામ,ડામર રોડ સહિતના કામો ચાલે છે ત્યારે કામો બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનો આરોપ છે કે આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર જમીનોના નથી થતા સાથે સાથે અનેક મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે ભૂતકાળમાં થયા છે તેવા ભ્રષ્ટાચારો અત્યારે આ કામોમાં થઈ રહ્યા છે..
અને આ વિસ્તારના તમામ મુદ્દાઓને લઈને તેઓ વડાપ્રધાનને પત્ર પણ લખશે અને વડાપ્રધાન જ્યારે કેવડિયા આવશે ત્યારે કેવડિયાના પડતર પ્રશ્નો માટે તેઓ તેમને રજૂઆત માટે સમય પણ માંગનાર છે..
