-
ભરૂચ કલેકટરને કરવામાં આવી રજુઆત
-
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
-
કામદારોને ખોટી રીતે છુટા કરાયા હોવાના આક્ષેપ
-
ઝઘડિયા-સુલતાનપુરા ગ્રા.પં.માં બજાવે છે ફરજ
-
નિયમો વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાની રજુઆત
ભરૂચ: ઝઘડિયા-સુલતાનપુરા ગ્રામપંચાયતમાંથી 11 સફાઈ કામદારોને ખોટી રીતે છુટા કરાયા હોવાના આક્ષેપ
ભરૂચના ઝઘડિયાની ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામપંચાયતમાંથી 11 સફાઈ કામદારોને ગેરકાયદેસર રીતે છુટા કરાયા હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ગુજરાત | સમાચાર
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં કાર્યરત ૧૧ સફાઈ કામદારોને ગેરહાજરીના આક્ષેપસર નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જિલ્લા મ્યુનિસિપલ સર્વેન્સ અને તહસીલ કમિટી તરફથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર ગામ પંચાયત વિસ્તારમાં કાર્યરત ૧૧ સફાઈ કામદારો સામે ગંદકી સાફ ન કરવાની અને કામમાં બેદરકારી રાખવાની ફરિયાદો ઉઠી હતી. આ આધાર પર તાલુકા સ્તરે કાર્યવાહી કરી તમામ કામદારોને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
પરંતુ રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિસિપલ સર્વેન્સના નિયમો અનુસાર યોગ્ય તપાસ અને પ્રક્રિયા વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. વધુમાં, ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનોનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે કામદારોને પૂરતી તક આપ્યા વિના તેમને બરતરફ કરવું કાયદેસર ગણાતું નથી.રજુઆતમાં એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત કામદારોને લાંબા સમયથી વેતન ચૂકવવામાં આવ્યું નથી અને અચાનક બરતરફીથી તેઓ બેરોજગાર બની ગયા છે ત્યારે કામદારોને પરત કામ પર લેવાની માંગ કરવામાં આવી છે.
