દેશની સર્વોચ્ચ અદાલતમાં જજોની સંખ્યા સુધારા બિલ લોકસભામાં ધ્વનિ  મતથી પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મંજૂર જજોની સંખ્યા, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)નો પણ સમાવેશ થાય છે, 34થી વધારીને 38 કરવામાં આવશે. આ બિલ આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા અધ્યાદેશ (Ordinance)નું સ્થાન લેશે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બિલ રજૂ કર્યું હતું. જોકે, ગૃહમાં વિરોધ પ્રદર્શન ચાલુ હોવાથી બિલ પર કોઈ ચર્ચા થઈ નહોતી અને તેને અવાજ મતથી મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટમાં વધતા કેસોના ભારને ઘટાડવા માટે જજોની સંખ્યા વધારવી જરૂરી છે. 1 જાન્યુઆરીની સ્થિતિ મુજબ સુપ્રીમ કોર્ટમાં કુલ 92,101 કેસો પેન્ડિંગ હતા.

સરકારના જણાવ્યા અનુસાર, વધારાના ચાર જજોની નિમણૂકથી ભારતના મુખ્ય ન્યાયાધીશને બંધારણીય બેન્ચો વધુ નિયમિત રીતે રચવામાં મદદ મળશે. અધ્યાદેશ જાહેર થયા બાદ અત્યાર સુધીમાં પાંચ નવા જજોની નિમણુંક પણ કરવામાં આવી ચૂકી છે.