ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ કાર્યરત
LPG ગેસ રિફિલિંગ સામે પાલ પોલીસને મળી સફળતા
ગેસ ભરવાના ગોરખધંધાને પોલીસે દરોડા વેળા ઝડપ્યો
87 સિલિન્ડર, 2 કાર, 1 ટેન્કર અને 1 ટેમ્પો જપ્ત કરાયો
રૂ. 56 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ કરાય
સુરત શહેરના ભેસાણ ગામ નજીક ચાલતા ગેરકાયદેસર LPG ગેસ રિફિલિંગ કૌભાંડનો પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 56 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ભેસાણ ગામ નજીક ચાલતા ગેરકાયદેસર LPG ગેસ રિફિલિંગ કૌભાંડનો પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને ભારત ગેસ કંપનીના ટેન્કરમાંથી રાંધણ ગેસના સિલિન્ડરમાં LPG ગેસ ભરવાના મોટા ગોરખધંધાને ઝડપી પાડ્યો છે.
પોલીસે સ્થળ પરથી 87 LPG ગેસ સિલિન્ડર, 2 કાર, 1 ટેન્કર અને 1 ટેમ્પો મળી રૂ. 56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જીવલેણ અને ગેરકાયદેસર કામગીરીમાં સંડોવાયેલા 9 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
