અમેરિકા અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. US એ સતત 9મી રાત્રે ઈરાન પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ અંગે સોમવારે (20 જુલાઈ) ના રોજ માહિતી શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેઓ નવા હુમલાઓ દ્વારા ઈરાની તાકાતને નબળી પાડવા માંગે છે. તેણે ઈરાન પર મિસાઈલ અને ફાઈટર જેટથી ભીષણ બોમ્બમારો કર્યો છે.
અમેરિકાનું કહેવું છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવે છે, તે જ કારણે તે ઈરાની તાકાતને પૂરી રીતે તબાહ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન પર કરવામાં આવી રહેલા હુમલાઓનો હેતુ તેને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાનો છે.’ ટ્રમ્પે કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં.ઈરાને પણ અમેરિકી હુમલાઓનો વળતો જવાબ આપ્યો છે. અલજઝીરાના અહેવાલ મુજબ 1 અમેરિકી સૈનિકનું મોત થયું છે. સેનાનું કહેવું છે કે ઉત્તરી ઈરાકમાં ઈરાને એક ડ્રોનથી બોમ્બ ફેંક્યો હતો, જે ફૂટ્યો ન હતો, પરંતુ જેવો જ અમેરિકી જવાન તેને ડિફ્યુઝ કરવા ગયો, વિસ્ફોટ થયો અને તેનું મોત થઈ ગયું. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ જંગમાં અત્યાર સુધીમાં 17 અમેરિકી જવાનોના મોત થયા છે.
અમેરિકાનો ઈરાન પર સતત 9મી રાત્રે કર્યો હવાઈ હુમલો,
