ભરૂચના જંબુસર તાલુકાના કાવીથી દહેગામ જતા માર્ગ પર પોલ્ટ્રી ફાર્મ પાસે બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી.અકસ્માત બાદ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને વાહનોને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કારમાં સવાર ચાલકોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક વાહનમાંથી બહાર નીકળી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી.બનાવમાં પગલે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બનાવની તપાસ પોલીસે શરૂ કરી છે.