-
ભરૂચમાં ચૂંટણીનો માહોલ
-
ભાજપ દ્વારા કરાયુ આયોજન
-
પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપનું આયોજન
-
ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત
-
ભાજપના આગેવાનોએ આપી હાજરી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ સ્થિત સત્સંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.સાથે જ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.બેઠક દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં કરાયેલા વિકાસ કાર્યો અને અમલમાં મૂકાયેલી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને રજૂ કરી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ અને જનસેવાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે અને પ્રબુદ્ધ નાગરિકોના માર્ગદર્શનથી નીતિ નિર્માણ વધુ મજબૂત બને છે.
