અમરેલી જીલ્લામાં અવારનવાર સિંહોનું ટોળું મુખ્ય માર્ગ ઉપર આવી ચઢવાની ઘટના અગાઉ ઘણી વાર બની ચૂકી છે, ત્યારે મધરાતે ધીમીધારે વરસી રહેલા વરસાદની મજા માણતા વનરાજાઓ કેમેરે કેદ થયા હતા.
અમરેલી જીલ્લામાં વરસાદ પડતાની સાથે જ જંગલમાં મચ્છરનો ઉપદ્રવ વધતા સિંહો રોડ પર આવ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જંગલ છોડી 9 જેટલા સિંહો મુખ્ય માર્ગ ઉપર સિંહોનું ટોળું લટાર મારવા નીકળતા ત્યાંથી પસાર થતાં કોઈક વાહનચાલકે આ નજારો મોબાઈલમાં કેદ કર્યો હતો. જોકે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ગીર વિસ્તારનો હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.