અમરેલી : વિકાસ ઝંખતું ખાંભા તાલુકાનું દલડી ગામ, જુઓ ગ્રામજનોને કેવી છે સમસ્યા..!

અમરેલી : વિકાસ ઝંખતું ખાંભા તાલુકાનું દલડી ગામ, જુઓ ગ્રામજનોને કેવી છે સમસ્યા..!
New Update

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું છેલ્લું ગીર કાંઠાને અડીને આવેલ દલડી ગામ. દલડી ગામ લોકો દ્વારા એસ.ટી. બસ, રોડ-રસ્તા, મોબાઈલ નેટવર્કને લઈને વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં સરકારનો વિકાસ આ ગામ સુધી પહોંચ્યો નથી. ગ્રામજનો વિકાસની આશા બાંધી બેઠા છે, ત્યારે આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન શિક્ષણની મસમોટી વાતો વચ્ચે હજુ પણ દલડી ગામના વિદ્યાર્થી બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે.

આ છે, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું દલડી ગામ. ગીર કાંઠાને અડીને આવેલ 1500 લોકોની વસ્તી ધરાવતા દલડી ગામના સ્થાનિકોને એસ.ટી. બસ, રોડ-રસ્તા, મોબાઈલ નેટવર્ક સહિતની ઘણી બધી સમસ્યાઓ છે. અહીના વિદ્યાર્થી બાળકો પણ આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે. મોબાઈલ નેટવર્કના અભાવે ગામના વિધાર્થીઓને ખબર જ નથી કે, આ ઓનલાઈન શિક્ષણ કોને કેહવાય છે.

દલડી ગામને આઝાદીથી આજ દિન સુધી મોબાઈલ નેટવર્ક કે, ઈન્ટરનેટની સુવિધા મળી જ નથી. તો સાથે જ ગામમાં એક પણ એસ.ટી. બસ નહીં આવતી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યુ હતું. જેના કારણે વિધાર્થીઓને ચાલીને અથવા પ્રાઇવેટ વાહનમાં ખડાધાર ગામે અભ્યાસ અર્થે જવું પડે છે. ગામમાં સરકાર દ્વારા અપાતી કોઈ ભૌગોલિક સુવિધા મળી નથી. દલડી ગામના સ્થાનિકો આજે પણ વિકાસની રાહ જોઈને બેઠા છે.

આ ગામમાં વાવાઝોડાના 15 દિવસ વિતવા છતાં પણ તંત્ર દ્વારા વીજ પુરવઠો આપવામાં નથી આવ્યો. સાથોસાથ ગામમાં પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થઈ છે, ત્યારે ગ્રામજનો દૂર દૂરના જંગલ વિસ્તારમાં પાણી લેવા માટે જવા મજબૂર બન્યા છે. જોકે, દલડી ગામ ગીર જંગલને અડીને આવેલ હોવાથી અવારનવાર સિંહ-દીપડા પણ ગામમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

#Amreli #Amreli News #online education #Daldi Village
Here are a few more articles:
Read the Next Article