અમરેલી : બગસરા પાસે સિંગતેલ ભરેલું ટેન્કર પલટી ગયું, જુઓ પછી શું થયું

New Update
અમરેલી :  બગસરા પાસે સિંગતેલ ભરેલું ટેન્કર પલટી ગયું, જુઓ પછી શું થયું

અમરેલી જિલ્લાના બગસરામાં સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. રોડ પર તેલની નદી વહેવા લાગતાં આસપાસના લોકો હાથમાં જે વાસણ હાથમાં આવ્યું તે લઇને તેલ લેવા દોડી ગયાં હતાં.

અમરેલી જિલ્લાના બગસરા નજીક સિંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયા બાદ લોકો તેલ લેવા પડાપડી કરતાં જોવા મળ્યાં હતાં. ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ સર્જાઇ હતી અને આ બનાવની જાણ વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા અને તેલ લેવા માટે દોડાદોડ કરી હતી.

Latest Stories