New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/30155723/fff.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે એક ખેડૂત કૂવામાં ખાબકી જતાં 108 ઈમરજન્સી ટીમ દ્વારા રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ગત શનિવારે સાંજના સમયે એક ખેડૂત અચાનક કૂવામાં ખાબકી ગયો હતો, ત્યારે કૂવા નજીક કામ કરી રહેલા અન્ય ખેડૂતોમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે કૂવામાં પડેલા ખેડૂતને બહાર કાઢવા માટે હાજર લોકોએ ઘણા પ્રયાસો કર્યા હતા.
સમગ્ર બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કૂવામાં ખાબકેલા ખેડૂતને બહાર કાઢવા રેસક્યું હાથ ધર્યું હતું, ત્યારે ભારે જહેમત બાદ 108ની ટીમે ખેડૂતને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જોકે ખેડૂતને શરીરે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Latest Stories