અમરેલી : સમઢિયાળાના 2 ખેડૂતપુત્રોએ બનાવી “ખેડૂત નો કોઠાર” એપ, જાણો હવે ખેડૂતોને કેવો થશે ફાયદો..!

New Update
અમરેલી : સમઢિયાળાના 2 ખેડૂતપુત્રોએ બનાવી “ખેડૂત નો કોઠાર” એપ, જાણો હવે ખેડૂતોને કેવો થશે ફાયદો..!

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામના 2 ખેડૂત પુત્રોએ “ખેડૂત નો કોઠાર” એપ બનાવી છે, ત્યારે કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રુપાલાના હસ્તે મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં લોકો ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને છેલ્લા દોઢ દાયકામાં જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે, તેની સાથે તમામ વસ્તુ ડિજિટલ બની છે.

સરકારે પણ ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનો વડે ક્રાંતિ આણી છે, ત્યારે હવે ખેતી અને ખેડૂતો પણ એકવીસમી સદીના બદલતા પ્રવાહમાં ભળે અને આગળ વધી શકે તે માટેના પ્રયાસો શરુ થઇ ગયા છે. જે પ્રયાસના ભાગરૂપે બગસરા તાલુકાના સમઢિયાળા ગામના ખેડૂતપુત્ર ભાર્ગવ ડોબરિયા અને પિયુષ ડોબરિયાએ એપ્લિકેશન બનાવી છે.

‘ખેડૂત નો કોઠાર’ નામની આ એપ્લિકેશન વડે ખેડૂતોને એક ડિજિટલ પ્લેટફોર્મ પુરુ પાડવાનો પ્રયાસ કરાયો છે. જોકે આ બંને યુવાનોનું સ્વપ્ન છે કે, ખેતીપ્રધાન દેશનો ખેડૂત જે વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે, તે ડિજિટલ બને. જેનાથી તેમની થોડી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની દલાલી ન ચૂકવવી પડે અને પોતાની વસ્તુની કિંમત પોતે જ નક્કી કરે તેવા ઉદ્દેશ્યથી ‘ખેડૂત નો કોઠાર’ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

Latest Stories