અમરેલી: 21 વેપારી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસમાં રાજકીય અગ્રણીનું નામ ખુલતા રાજકીય ખળભળાટ

New Update
અમરેલી: 21 વેપારી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસમાં રાજકીય અગ્રણીનું નામ ખુલતા રાજકીય ખળભળાટ

અમરેલી 21 વેપારી સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભાજપાના અગ્રણી પી.પી. સોજીત્રાનુ નામ ખુલતા રાજકીય ખળભળાટ મચ્યો છે.

અમરેલી શહેરમા 3 દિવસ પહેલા જેસિંગ પરા વિસ્તાર શિવાજી ચોકના શોપિંગ કોમ્પ્લેક્ષમાં ગેર કાયદેસર બાંધકામ કરવા મામલે 21 વેપારી વિરુદ્ધ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય હતી. મામલતદાર દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ કોમ્પ્લેશમાં નગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપનું કાર્યાલય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે ખોલાયુ હતુ, એજ કોમ્પ્લેશ ગેરકાયદેસર હોવાથી વેપારીઓ ઉપર ફરિયાદ થતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

સમગ્ર બનાવ અંગે તપાસ DySP એમ.એસ..રાણા ચલાવી રહ્યા છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતાં વેપારીઓના નિવેદન દરમ્યાન મોટા રાજકીય અગ્રણીનું નામ ખુલતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. અમરેલી APMC ના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી પી.પી. સોજીત્રાનું નામ આવતા લેન્ડ ગ્રેબીગ એક્ટ ગુનામાં વધુ એક નામનો ઉમેરો થયો છે. પોલીસે અત્યાર સુધીમાં 14 ઉપરાંતના આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

અમરેલીમાં લેન્ડ ગ્રેબીગની ફરિયાદમાં ભાજપના આગેવાનનું નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે આરોપી પી.પી. સોજીત્રા હાલમાં અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તરીકે ફરજ બજાવે છે અગાઉ ચેરમેન પણ રહી ચૂક્યા છે આજે તપાસ દરમ્યાન આરોપી પી.પી. સોજીત્રાના નામ અંગે પોલીસે પુષ્ટિ આપી છે અને પી.પી. સોજીત્રાની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે.

Latest Stories