ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા બેટ ગામ સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે ગણેશોત્સવ નિમિતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા બેટ ગામ સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગણેશોત્સવ નિમિતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પોતાની યથાશક્તિ પ્રમાણે વિવિધ પ્રસાદી લાવી અન્નકૂટમાં સહભાગી બન્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ બાપાની આરતી કરવામાં આવતા શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રીજીના આશીર્વાદ મેળવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ ગોમાન પટેલ, ચેરમેન વિમલ પાઠક, આચાર્ય ઘનશ્યામ પટેલ, શૈક્ષણિક સલાહકાર પી.બી.પટેલ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
