ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
માતરીયા તળાવ પર આયોજન
ગાંધીજીના ચિત્રનું અનાવરણ
રોટરી ક્લબ દ્વારા ચિત્ર મુકવામાં આવ્યું
હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરૂચના માતરીયા તળાવ ખાતે રોટરી ક્લબ દ્વારા મહાત્મા ગાંધીજીનું ચિત્ર મુકવામાં આવ્યું છે જેનું અનાવરણ ગાંધી જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતુ
ભરૂચના માતરિયા તળાવ, લિંક રોડ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને RCC ભરૂચના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીજીના ચિત્ર અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડૉ. સુકેતુ દવે તેમજ BAUDAનાં કાર્યપાલક ઇજનેર નીલમબેન વસાવા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
RCCનાં પ્રમુખ સ્મિતા સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને શાંતિના સંદેશને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા અને સમાજમાં શાંતિ, ભાઈચારો તથા અહિંસાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો.કાર્યક્રમના અંતે RCCના સેક્રેટરી સુનય સોનાવાલાએ આભારવિધિ કરી હતી.
