અંકલેશ્વરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

વરલી મટકાનો જુગાર ઝડપાયો

8 આરોપીઓની ધરપકડ

રૂ.94 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વરલી મટકાનો જુગાર રમતા એક મહિલા સહીત 8 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે સરગમ કોમ્પ્લેક્સ પાસે વરલી મટકાનો જુગાર રમાડતી ભારતીબેન વસાવા.,મુસ્તાક અહમદ પટેલ,અજય ગોપાલ સોની ,સોકતઅલી જાફરઅલી સૈયદ ,નિતેશ ચંદુ દેવી પૂજક ,જય ભવરસીંગ રાઠોડ ,મનસુખ પરમાર અને દિલાવર અક્બરશા દીવાનને ઝડપી પાડયા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા 26 હજાર 800 તથા 18 હજારના 7 નંગ મોબાઈલ અને 50 હજારની રીક્ષા મળી કુલ રૂપિયા 94 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી