ભારતીય ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને આખરી ટી-20માં માત્ર 30 જ બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. આ સાથે અભિષેકે આઇસીસીના પૂર્ણકાલીન સભ્ય દેશ તરફથી તેમજ પૂર્ણકાલીન સભ્ય દેશની સામે સૌથી ઝડપી ટી-20 સદીનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

તેણે ભારત તરફથી ફાસ્ટેસ્ટ ટી-20 સદીનો રોહિતનો રેકોર્ડ પણ તોડયો હતો. અભિષેકે તેની તોફાની ઈનિંગમાં 11 છગ્ગા અને નવ ચોગ્ગા સાથે કુલ 34 બોલમાં 108 રન ફટકાર્યા હતા. ભારતે આ સાથે અફઘાનિસ્તાનને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. અભિષેકે તેની ઈનિંગમાં 102 રન તો ચોગ્ગા-છગ્ગાની મદદથી જ નોંધાવ્યા હતા.