/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/22132522/maxresdefault-331.jpg)
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદ દ્વારા સંચાલિત એન.એસ.પટેલ આર્ટસ કોલેજ તથા ગુજરાત ઇકોનોમિક
એસોસિએશનના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુવર્ણ જયંતી નિમિત્તે
અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે માહિતી આપવા માટે એન.એસ.પટેલ આર્ટસ કોલેજ દ્વારા પત્રકાર પરિષદ
યોજાઇ હતી.
આગામી તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૦ના
રોજ ત્રિદિવસીય ગોલ્ડન જ્યુબિલી નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૩ જાન્યુઆરીએ કોન્ફરન્સ ટેસ્ટ કરી અને દેશભરમાંથી અલગ-અલગ કોલેજોના ૭૦૦થી વધુ અર્થશાસ્ત્રીઓ પોતાના સંશોધન પત્રો પ્રસ્તુત કરશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય અને
આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. ત્યાર બાદ ભારત
દેશના અલગ અલગ રાજ્યોમાંથી પરંપરાગત નૃત્ય થકી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. સતત 3 દિવસ સુધી આજ
પ્રકારના અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેમાં મોટી સંખ્યામાં અર્થસતસ્ત્રીઓ ઘ્વારા વિદ્યાર્થીઓ સાથે દેશમાં મંદીના વિષય પર ચર્ચા કરી મંદી દૂર કેવી રીતે
થઈ શકે તે અંગે પણ માર્ગદર્શન
પૂરું પાડવામાં આવશે.