આણંદ : 17 કલાક વ્યાપાર-ધંધા બંધ રાખવા તંત્રનું જાહેરનામું, બંધનો સમય ઘટાડવાની વેપારીઓએ કરી રજૂઆત

New Update
આણંદ : 17 કલાક વ્યાપાર-ધંધા બંધ રાખવા તંત્રનું જાહેરનામું, બંધનો સમય ઘટાડવાની વેપારીઓએ કરી રજૂઆત

કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે કલેક્ટર તેમજ નગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં બપોરના 3થી સવારના 8 વાગ્યા દરમ્યાન વ્યાપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે બપોરે 3 વાગ્યાથી બંધના નિયમની અમલવારી કરારવામાં આવતા મોટા ભાગના વેપારીઓએ સમર્થન આપ્યુ હતું. પરંતુ અમુક વેપારીઓ દ્વારા બંધનો સમય ઘટાડવાની માંગ સાથે નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

વલ્લભ વિદ્યાનગરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સીલરો, અગ્રણીઓ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના મહામારીને લઈને વધતા જતા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તા. 8થી તા. 17મી એપ્રિલ સુધી 10 દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાનગરના નાના મોટા વ્યાપારીઓ રોષે ભરાયા છે. વ્યાપારીઓએ જણાવ્યુ હતું કે, રાત્રી કરફ્યૂને પૂરું સમર્થન આપીએ છીએ. પરંતુ બપોરથી બંધ કરીશું તો ખર્ચો પણ નહીં નીકળે. જેથી સરકાર દ્વારા રાત્રી કરફ્યૂ માટે જે સમય નક્કી થયો છે તેજ રાખવામાં આવે તેવી નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories