ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નામે નોંધાશે અનોખો રેકોર્ડ

New Update
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નામે નોંધાશે અનોખો રેકોર્ડ

રાજ્યપાલ દ્વારા એક જ દિવસમાં બે રાજ્યનાં મુખ્યમંત્રીને શપથ અપાવ્યાનો બન્યો રેકોર્ડ.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથને શપથ લેવડાવ્યા. હવે તેઓ સાંજે વાગ્યે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. આ સાથે જ તેઓ એક અનોખો રેકોર્ડ બનાવશે.

હાલ આનંદીબેન પાસે મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો પણ વધારાનો હવાલો છે. આજે તેઓ બે નવા મુખ્યમંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. આ કદાચ પહેલી વાર હશે જ્યારે કોઇ રાજ્યપાલ દ્વારા એક જ દિવસમાં બે રાજ્યનાં મુખ્યમંત્રીને શપથ અપાવ્યા હોય. આનંદીબેન પટેલ એક રેકોર્ડ સ્થાપશે.

આજે બપોરે તેમણે મધ્યપ્રદેશનાં નવ નિયુક્તિ મુખ્યમંત્રી કમલનાથને ભોપાલના જંબુરી મેદાનમાં શપથ ગ્રહણ કરાવ્યા છે. હવે તેઓ છત્તીસગઢનાં રાજયપુર પહોંચીને 04.30 વાગ્યે ભુપેશ બધેલને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ અપાવશે.

આનંદીબેન રાજ્યપાલ રહેવા અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ કોઇ પણ સ્વાગત સમારંભમાં માળાઓથી થતા સ્વાગતનો ઇન્કાર કરે છે. તેના ખર્ચમાંથી ફળ ખરીદીને અનાથ આશ્રમોમાં દાન કરાવે છે. રાજ્યપાલ તરીકે તેઓ સરકારને બાળકો અને હોસ્પિટલોની મુલાકાત લઇને ખામીઓ દુર કરવા માટેની અપીલ કરે છે.

Latest Stories