• અંકલેશ્વર GIDCમાં આવેલી છે કંપની

  • એન્જિનિયરીંગ કંપનીમાં ચોરીના 3 બનાવ

  • 15 દિવસમાં 3 વખત તસ્કરો ત્રાટકયા

  • ચોરીના બનાવના CCTV આવ્યા સામે

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરમાં આવેલી એન્જીનીયરીંગ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇકવીપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે. કંપનીમાં થોડા થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે શિરોવેદના બની છે. આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. કંપની સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે. આજે સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.એક સીસીટીવી ફુટેજમાં તસ્કર કેમેરા ઓર કપડું નાખતો પણ નજરે પડ્યો છે.ત્રણ વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે.