અંકલેશ્વર: પીરામણ ગામેથી જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, રૂ.31 હજારનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી 5 જુગારીઓને ઝડપી પાડયા ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે જુના પીરામણ ગામ નાની તળાવ વગામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને ૩૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના જુના પીરામણ ગામ નાની તળાવ વગામાં બાવળીની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી મેહબૂબ ઈસ્માઈલ પઠાણ,મીઠા વસાવા,મહેશ પરમાર અને ઉસ્માન ઉર્ફે બાબા હુશેન કુરેશી તેમજ શશીકાંત મુક્તિ મંડળને ઝડપી પાડ્યો હતો.
