અખિલ બ્રહ્માંડના નાથ અગસ્તિના આરાધ્ય ભગવાન લક્ષ્મીનારાયણ વૈકુંઠ મંદિરમાં રહેવા પધાર્યા છે

ત્યારે આ શુભ અવસરે અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તારની અગસ્તિ શૈશવ શાળા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી ભાવપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગસ્તિ ભારતવર્ષ શાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.

Lakshminarayan procession

અગસ્તિ ભારતવર્ષ સુધી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે ભગવાનનો સ્વાગતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. એટલું જ નહીંશોભાયાત્રામાં હાથીઢોલ-નગારાલેઝીમસ્તુતિ કરતા બાળકોએ લોકોમાં વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ અવસરે અગસ્તિ શૈશવ શાળાના પ્રમુખ રાહુલ ભારતે પ્રભુ સૌ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.