ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા

ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલવે સ્ટેશન બહાર પોસ્ટરો સાથે એકત્ર થઈ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારની નિષ્ફળતાના આક્ષેપો કર્યા હતા. આ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કેટલાક આગેવાનો સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સદર વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવકતા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા