ભરૂચ: વાલિયા પોલીસે જોખમી સ્ટંટ કરતા યુવાની અટકાયત બાદ ફરી રિલ્સ બનાવી વાયરલ કરનાર બાઈક સવારને સબક શીખવાડ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગામના કિશન કમલેશભાઈ વસાવા પોતાની સ્પોર્ટ્સ બાઈક ઉપર જોખમી સ્ટંટ કરતા વાલિયા પોલીસે તેની બાઈક ડિટેઇન કરી કાર્યવાહી કરી હતી.જે બાદ યુવાને બાઈક છોડાવી ફરી સ્ટંટ કરી રિલ્સ બનાવી વાયરલ કરી હતી.જે યુવાનની પોલીસે ધરપકડ કરી બાઈક સવારને સબક શીખવાડ્યો હતો.યુવાને ફરી ક્યારે આવો સ્ટંટ નહીં કરવા માફી માંગી હતી અને તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો
