નર્મદા જિલ્લામાં નશાના કારોબાર સામે ચાલી રહેલા ‘NO DRUGS’ અભિયાનને મોટી સફળતા મળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સલામતી પોલીસ દ્વારા ઝરવાણી ગામના પીપળી ખેતર ફળિયામાં દરોડો પાડી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લા પોલીસે સ્થળ પરથી 357 લીલા ગાંજાના છોડ, જેનું વજન આશરે 32.5 કિલો, તેમજ 5 કિલો સુકો ગાંજો મળી કુલ 37.5 કિલો ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 18.75 લાખ હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 70 વર્ષીય આરોપી ગેલાભાઈ ભંગડાભાઈ તડવીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે NDPS Act હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝરવાણી જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાતા નશાના નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. એક તરફ નર્મદામાં ‘NO DRUGS’ અભિયાન, તો બીજી તરફ, ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પોલીસે પર્દાફાશ કરતાં નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે.
