ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર વિસ્તાર નજીક ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કરતા શખ્સને અંકલેશ્વર GIDC પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર : સારંગપુર નજીકથી ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કરતો શખ્સ ઝડપાયો, GIDC પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો…મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગ નજીક પાકીઝા હોટલ પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું. જેની બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 5 નંગ ગેસના સિલિન્ડર, રીફીલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ 9 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મીરાનગર ખાતે રહેતા રામનિવાસ ઉર્ફે ચિંકુ યાદવને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.