New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23160434/WhatsApp-Image-2021-03-23-at-3.56.18-PM.jpeg)
તારીખ 22મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર જાણ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે ત્યારે અંકલેશ્વરના યુવાનો દ્વારા પણ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો બેનરો સાથે ચૌટા નાકા નજીક માર્ગ પર ઊભા રહ્યા હતા અને પાણી બચાવવાનો સંદેશો આપ્યો હતો. યુવાનોએ જણાવ્યુ હતું કે ભારતની 21 મેગા સિટી એવી છે જ્યાં આવનારા દિવસોમાં ભૂગર્ભ જળ સમાપ્ત થઈ જશે અને દેશની 50 ટકા વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળતું નથી ત્યારે આપણે પાણીનો બચાવ થાય એવો સંકલ્પ કરવા અપીલ કરવામાં આવી છે અને પી.એમ.મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ કેચ ધ રેન અભિયાનને આગળ વધારવા હાંકલ કરવામાં આવી છે.
Latest Stories