શ્રી ડી.એ.આણંદપુરા વિચાર મંચ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

પૂર્વ આઈએએસ અધિકારી અનિલ સ્વરૂપ રહ્યા ઉપસ્થિત

પૂર્વ આઈએએસ અનિલ સ્વરૂપે આપ્યું વિશેષ વક્તવ્ય

ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી પર વિચાર મંથન કરાયું

ઉદ્યોગ અગ્રણીઓ,શિક્ષકો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત   

અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચ દ્વારા એક ખાસ બૌદ્ધિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે શ્રી ડી. એ. આણંદપુરા વિચાર મંચ દ્વારા એક ખાસ બૌદ્ધિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સજ્જનતાની શક્તિમાં વિશ્વાસ, અસુયા અને ઈર્ષ્યાનો ત્યાગ તથા સતકર્મ કરનારાઓને સહયોગ આપવાના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ IAS અધિકારી અને નેક્સસ ઓફ ગુડના સ્થાપક ચેરમેન અનિલ સ્વરૂપ દ્વારા ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી પર વિચાર મંથનની સાથે વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,ઉદ્યોગ અગ્રણી અને સંસ્કારદીપ ટ્રસ્ટના ચેરમેન એન.કે.નાવડીયા,ઉદ્યોગ અગ્રણી હરીશ જોષી,હિતેન આનંદપુરા,નોટીફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.