અમદાવાદના બગોદરા પાસે ગણેશ વિસર્જન બાદ તળાવમાં ન્હાવા પડેલા બે કિશોરોમાંથી એક ગુમ થતાં SDRF દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.
અમદાવાદના બાવળાના બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં ગણપતી પધરાવી ન્હાવા પડેલા બે કિશોરો ડૂબ્યા હતા. કિશોર ડૂબ્યાની જાણ થતાં SDRFની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ડૂબવાની ઘટનામાં મહાવીર ગંભુભાઈ ચૌહાણ નામના કિશોરને તરતા આવડતું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે, જ્યારે હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.
