-
અંકલેશ્વરમાં વિકાસના કાર્યો
-
નગર સેવા સદન દ્વારા નિર્માણ
-
રામકુંડમાં નિર્માણ પામશે પાણીની ટાંકી
-
રૂ.15 લાખનો કરવામાં આવશે ખર્ચ
-
કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડમાં નગરસેવા સદન દ્વારા રૂપિયા ૧૫ લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરાશે ત્યારે પાણીની ટાંકીની કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપૂરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રામકુંડ ખાતે હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. આ સાથે જ ગૌશાળા પણ કાર્યરત છે ત્યારે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નગરસેવા સદન દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરાશે જેનાથી પરિક્રમાવાસીઓ ઉપરાંત ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
