અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી આમકુંજ સોસાયટી ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી ગણેશજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહીશો સહિત આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનો તથા મહાનુભાવોએ ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.ગણેશ મહોત્સવને લઈને આમકુંજ સોસાયટીમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર: GIDCની આમકુંજ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આરતી યોજાઈ, મહાનુભાવોએ લીધો લાભ
