અંકલેશ્વર શહેર નજીક આવેલા નેશનલ હાઇવે 48 પર બાકરોલ ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો.  હાઇવા ટ્રક પાછળ એક આઇસર ટેમ્પો ભટકાતા  અકસ્માતનો બનાવ બન્યો હતો.

WhatsApp Image 2026-04-14 at 1.34.35 PM

અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા ટેમ્પોના ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.