અંકલેશ્વર: GIDC બસ સ્ટેન્ડ નજીક EVM લઈને આવતી વાલિયા રૂટની બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા ચાલકને ઇજા
અંકલેશ્વરમાં GIDC બસ સ્ટેન્ડ નજીક ગતરાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી સ્ટાફ અને EVM મશીનો લઈને પરત ફરી રહેલી વાલિયા રૂટ નંબર 10ની બસને અકસ્માત નડ્યો હતો. : ભરૂચ | સમાચાર
બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બસમાં સવાર ચૂંટણી સ્ટાફ અને EVM મશીનો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
