• ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ

  • કોંગ્રેસને વધુ એક ફટકો

  • જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામુ

  • ઇબ્રાહિમ માંજરાએ આપ્યું રાજીનામુ

  • રાજીનામાંથી અનેક તર્કવિતર્ક

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને અંકલેશ્વરના જુના દીવા ગામના ઈબ્રાહીમ માજરાએ ચૂંટણીના માહોલ વચ્ચે રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહિમ અને અંકલેશ્વરના જુના દીવા ગામના ઈબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.ઇબ્રાહિમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે.પરંતુ, સ્થાનિક સ્તરે અલગ-અલગ તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે.