• અંકલેશ્વરમાં ઉજવણી

  • ભાજપ દ્વારા ઉજવણી કરાય

  • ફટાકડા ફોડી જશ્ન મનાવાયુ

  • ચૂંટણીમાં મળેલ જીતની ઉજવણી

  • કાર્યકરો અને આગેવાનો જોડાયા

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક ખાતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મળેલ ભવ્ય જીત બદલ ફટકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી  દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મળેલી જીતને લઈને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નોટિફાઇડ એરિયા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.આ ઉજવણી સરદાર પાર્ક ખાતે યોજાઈ હતી, જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને મીઠાઈ વહેંચીને જીતનો જશ્ન મનાવ્યો હતો. સમગ્ર વિસ્તાર “ભારત માતા કી જય” અને પક્ષના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જય તેરૈયા અને આગેવાન જશુ ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યકરોને અભિનંદન પાઠવી આ જીતને વિકાસના નવા અધ્યાય તરીકે ગણાવી હતી.