-
આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ
-
100મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી
-
અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
જવાહર બાગ સ્થિત અટલજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
-
ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા
અંકલેશ્વર: ભાજપના આગેવાનોએ ભારત રત્ન અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત રત્ન,ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે ત્યારે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત અને ભાજપના કાર્યકરોએ જવાહર બાગ સ્થિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને સ્વ.વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો .આગેવાનો અને કાર્યકરોએ અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતોને યાદ કર્યા હતા
