અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક વેપારીએ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ મારામારી, ગેરકાયદેસર રીતે ભેગા થવા, ધમકી આપવા અને વેપારને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અરજદાર સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત અંકલેશ્વર વિસ્તારમાં ધંધો કરે છે. ફરિયાદમાં રાજેશભાઈ રામજીલાલ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ સહિતના વ્યક્તિઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાજેશ યાદવ પાસેથી કામ લેવામાં આવ્યું હતું, પરંતુ કામ અંગે વિવાદ થતાં અરજદાર અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 20 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે અંકલેશ્વર વિસ્તારમાં મારામારી થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદીનો દાવો છે કે આરોપીઓએ ભેગા મળી તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી.આ ઉપરાંત ફરિયાદમાં આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની તથા ધંધો બંધ કરાવવા જેવી ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.