-
અંકલેશ્વરના વાતાવરણમાં પલટો
-
સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ
-
બે દિવસ પૂર્વે વરસ્યો હતો વરસાદ
-
બપોરના સમયે કાળઝાળ ગરમી
-
એક સાથે ત્રણ ઋતુનો અનુભવ
અંકલેશ્વર: એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, સવારના સમયે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અંકલેશ્વરમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.તાજેતરમાં વરસેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારના સમયે ગાઢ ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.તાજેતરમાં વરસેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારના સમયે ગાઢ ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું
અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અનોખી અસમાનતા જોવા મળી રહી છે. બે દિવસ પૂર્વે પડેલા વરસાદી ઝાપટાં બાદ આજે સવારના સમયે શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ બપોર થતાં જ હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો અને કાળઝાળ ગરમીનો અનુભવ થયો. તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી પરેશાન બન્યા હતા. સવારે ઠંડક અને ધુમ્મસ જ્યારે બપોરે તીવ્ર ગરમી. આમ એક જ દિવસે ત્રણ અલગ ઋતુનો અનુભવ થતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વરસાદ બાદ ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ધુમ્મસ સર્જાયું હતું, જ્યારે દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ગરમીમાં વધારો નોંધાયો. હાલ બદલાતા હવામાનને લઈને લોકોને સાવચેતી રાખવા તેમજ આરોગ્યનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી રહી છે.
