ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે 5 મોબાઇલ સાથે 2 ઇસમો ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગરના રહેવાસી વીકીસિંઘ છોટેલાલ ઠાકોર અને સન્ની પ્રસાદ દુધનાથ પ્રસાદ નામના શખ્સોને 5 મોબાઈલ જેની કિંમત રૂ. 18 હજારના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન મોબાઈલના બિલ સહિતના આધાર પુરાવા નહીં મળી આવતા બન્ને વિરુદ્ધમાં 41 1(D) મુજબનો ગુનો દાખલ કરી જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યા છે, ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર : બિલ વગરના 5 મોબાઇલ સાથે 2 ઇસમોની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, વધુ તપાસ શરૂ…
18 હજારના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યા
