ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કામગીરી કરાય
ગુજરાત રાજ્યમાં ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ ઝુંબેશ
પાત્રતા ધરાવતા લોકોને મતદાર યાદીમાં આવરી લેવાશે
આદર્શ સ્કૂલ સ્થિત મતદાન મથકની કલેક્ટરે મુલાકાત લીધી
BLOની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની આદર્શ સ્કૂલ ખાતે આવેલ મતદાન મથકની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ બૂથ લેવલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2027 હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો, ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખતના મતદારોને મતદાર યાદીમાં આવરી લેવાનો અને એકપણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વરના આદર્શ સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકની ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરે બૂથ લેવલ અધિકારીઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર મતદાર યાદીમાં નવું નામ નોંધાવવા આવેલા યુવાનો અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
