અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ફાટક નજીકથી રીક્ષામાં લઇ જવાતો રૂ.1.18 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 2 કિશોરની ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી Featured | સમાચાર
દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતિય ઈગ્લીંશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્રારા રીક્ષા નંબર GJ-16-AX-0057 માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવા માટે જવાના છે જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી રૂ.1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ રૂ.2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
