અંકલેશ્વર : એકતા રથયાત્રાનું જુના બોરભાઠા ખાતે કરાયું ઉષ્માભેર સ્વાગત

અંકલેશ્વર : એકતા રથયાત્રાનું જુના બોરભાઠા ખાતે કરાયું ઉષ્માભેર સ્વાગત
New Update

આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ધ્વારા કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના થનારા લોકાર્પણ સાથે લોકચેતનાની શક્તિ જાડવા માટે તા.૨૦/૧૦/૨૦૧૮ ના રોજ ભરૂચ ખાતેના પંડિત ઓમકારનાથ હોલ ખાતેથી પ્રારંભાયેલી એકતા રથયાત્રા તેના નિર્ધારિત રૂટ મુજબ આગળ વધતા આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ખાતે એકતા રથયાત્રા આવી પહોચતાં પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, તાલુકા પંચાયતના પ્રમુખ માલતીબેન સોલંકી, મામલતદાર, તાલુકાના આગેવાન પદાધિકારીઓ ભરતભાઇ પટેલ, ડા÷.નિતેન્દ્રસિંહ દેવધરા, જગદીશભાઇ વસાવા, મગનભાઇ વસાવા, નવનિતભાઇ આહિર, ગ્રામ સેવક ડી.જે.આહિર, જે તે ગામોના સરપંચો, ગ્રામજનો ધ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

જુના બોરભાઠા ખાતે અધિકારી-પદાધિકારીઓ ધ્વારા સરદાર સાહેબની પ્રતિમાને કંકુ તિલક કરી પુષ્પમાળા પહેરાવી આરતી ઉતારવામાં આવી હતી. યાત્રામાં જાડાયેલ અબાલવૃધ્ધ ગામજનોએ રાષ્ટ્રની એકતા અને અખંડિતાના શપથ લીધા હતા.

જુના બોરભાઠા ખાતેથી એકતા યાત્રાનું શુભારંભ થયા બાદ યાત્રા જુના દિવી, જુના દિવા, પુનગામ, નાંગલ, હરીપુરા (નવા) અને સજાદ ખાતે આવી પહોîચતાં જે તે ગામના આગેવાન પદાધિકારીઓએ એકતા રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. છેલ્લા પાંચ દિવસથી ભરૂચ જિલ્લામાં પ્રાંત વિસ્તારના જુદા જુદા ગામોમાં યોજાયેલી એકતા રથયાત્રામાં જે તે તાલુકાના અને ગ્રામ વિસ્તારના પદાધિકારીઓ, અધિકારીઓ અને ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Here are a few more articles:
Read the Next Article