અંકલેશ્વર GIDC વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી.માહિતી મળતાં જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વીજ વિભાગની ટીમો પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામે લાગી ગઈ છે.
